ક્રોનિક કિડની રોગ માટે આહાર ચાર્ટ

ક્રોનિક કિડની રોગ માટે આહાર ચાર્ટ

ક્રોનિક કિડની રોગ માટે આહાર ચાર્ટ

કિડની ઓછું કાર્ય કરતી હોય તેવા દર્દીની ખોરાક અંગેની સૂચનાઓ

 

મીઠું (નમક)

દિવસ માં 3 ગ્રામથી ઓછું લેવું. રોટલી, ભાતમાં, મીઠું સદંતર બંધ.
દાળ શાકમાં મીઠું અડધાથી પણ ઓછું, અથાણાં, પાપડ, ટોમેટો સોસ ન લેવો.
સિંધાલું નમક (રૉક સોલ્ટ) અથવા સંચાર અને low સોડિયમ સોલ્ટ ક્રોનિક કિડની ના રોગી માટે હાનીકારક છે.

કઠોળ (પ્રોટીન)

મગ, મગ ની દાળ, તુવેર દાળ રોજ કોઈ ૧ વાટકી લઇ શકાય.
રાજમા, અડદ, ચણા, વાલ અથવા જાડુ કઠોળ અઠવાડિયામાં ૧ વાર લઈ શકાય. નોનવેજ, ઈંડા બંધ કરવા.

શાકભાજી

લીલા શાકભાજી ગરમ પાણી માં નાખી ને કાઢી નાખ્યા પછી રાંધી ને ખાવ. (લિચ કરી ને લેવા) બટાકા, શક્કરિયા છાલ ઉતારી ને નવાયા પાણી માં અડધો કલાક મૂકી રાખી ને રાંધી ને ખાવા.

અનાજ

ઘઉં, ચોખા, જુવાર દરરોજ લઈ શકાય.
બાજરી, મકાઈ અઠવાડિયામાં ૧ વાર લઈ શકાય.

સલાડ

કાકડી, કોબીજ, બીટ, ગાજર લઈ શકાય.
ટામેટા લેવા નહીં.

ફ્રુટ

સફરજન, પપૈયું, પેર, જાબું, તડબૂચ માં થી કોઈપણ એક ૧૫૦ ગ્રામ દરરોજ લઈ શકાય.
ચીકુ, કેળા, કેરી, નારંગી, મોસંબી, સદંતર બંધ.
દૂધ, દહીં, છાશ બધું મળી ને ૧ ગ્લાસ ૨૦૦ મીલી લઈ શકાય.
ફ્રુટ જ્યુસ, નાળિયેર પાણી સદંતર બંધ.

નોંધ:- આ ચાર્ટ ક્રોનિક કિડની રોગના દર્દીઓ માટે આહાર પ્રતિબંધો અને સલાહ માટેનું એક વિસ્તૃત માર્ગદર્શિકા છે. વધુ માહિતી અને વ્યક્તિગત માર્ગદર્શન માટે આલ્ફા કિડની કેર ક્લિનિકની મુલાકાત કરો.

નિદાન માટે આજે જ સંપર્ક કરો. 👨‍⚕️ ડો. રવી ભડાનીયા.

એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો –📞 ૯૪૮૪૯ ૯૩૬૧૭

વધુ માહિતી માટે – https://www.bestnephroahmedabad.com/

Share: